In this article, we will learn about how to use Adverb in sentence.
Adverb(ક્રિયા વિશેષણ) એ ક્રિયાપદ, વિશેષણ કે ક્રિયા વિશેષણને સુધારવા અથવા વર્ણવવા માટે વપરાય છે.
આ શબ્દો કોઈ ક્રિયા કઈ રીતે થાય છે તે સમજાવવા માટે વપરાય છે.
Note: - Adverb ને Red color (લાલ રંગ) થી બતાવવામાં આવ્યા છે.
Example:-
1. He walks.
- તે ચાલે છે.
2. He walks slowly.
- તે ધીમે ચાલે છે.
1. She sang song.
- તેણીએ ગીત ગાયું.
2. She sang song loudly.
- તેણીએ જોર જોરથી ગીત ગાયું.
મોટા ભાગના (Adverb) વિશેષણો 'ly' ઉમેરીને રચાય છે.
ઘણા ‘ly’ ઉમેરીને બનાવીને શકાતા નથી જેવા કે also, just, never, here, there, even, very, almost, often, quite, too, soon, today, yesterday.
Example:-
1. You make mistakes.
- તમે ભૂલો કરો છો.
2. You often make mistakes.
- તમે વારંવાર ભૂલો કરો છો.
Uses of adverbs in different case:
Adverb describing a verb:
ક્રિયાપદનું વર્ણન કરતું ક્રિયા વિશેષણ:
Example:-
He talks slowly.
- તે ધીરે ધીરે વાતો કરે છે.
Adverb describing an adjective:
વિશેષણનું વર્ણન કરતું ક્રિયા વિશેષણ:
Example:-
This is very beautiful picture.
- આ ખૂબ જ સુંદર ચિત્ર છે.
Adverb describing an adverb:
ક્રિયા વિશેષણનું વર્ણન કરતું ક્રિયા વિશેષણ:
Example:-
This can be done more easily.
- આ વધુ સરળતાથી કરી શકાય છે.
Adverb describing a preposition:
નામયોગી અવ્યયનું વર્ણન કરતું ક્રિયા વિશેષણ:
Example:-
The picture is slightly above eye-level.
- ચિત્ર આંખ-સ્તરથી થોડું જ ઉપર છે.
Adverb describing a conjunction:
સંયોજકોનું વર્ણન કરતું ક્રિયા વિશેષણ:
Example:-
Stay away from the water; certainly, you don’t want to fall in.
- પાણીથી દૂર રહો; ચોક્કસપણે, તમે પાણીમાં પડવા માંગતા નથી.
Adverb describing a sentence:
વાક્યનું વર્ણન કરતું ક્રિયા વિશેષણ:
Example:-
Unfortunately, I failed.
- કમનસીબે, હું નિષ્ફળ ગયો.
Different kinds of Adverb:
Adverb of time:
ક્રિયા વિશેષણ કે જે કોઈ પણ ક્રિયાનો સમય બતાવે છે.
Ex: Now, then, when, early, before, daily, ever, never, soon, while, ago, today, etc.
Example:
1. Today is my birthday.
- આજે મારો જન્મ દિવસ છે.
2. She never told me about her problem.
- તેણે મને તેની સમસ્યા વિશે કદી કહ્યું નહીં.
Adverb of place:
ક્રિયા વિશેષણ કે જે કોઈ પણ જગ્યા કે જ્યાં કંઇક થયું છે તે બતાવે છે.
Ex: There, where, near, above, after, below, etc.
Example:
1. It is that place where the accident happened.
- આ તે જગ્યા છે કે જ્યાં અકસ્માત થયો હતો.
2. I know that his house is there.
- હું જાણું છું કે તેનું ઘર ત્યાં છે.
Adverb of manner:
ક્રિયા વિશેષણ કે જે કોઈ પણ કાર્ય કઈ રીતે થાય છે તે બતાવે છે.
Ex: Well, ill, badly, wisely, highly, etc.
Example:
1. The accident happened very badly.
- આ અકસ્માત ખૂબ જ ખરાબ રીતે બન્યો હતો.
2. Quickly finish the work.
- કામ ઝડપથી પૂર્ણ કરો.
Adverb of frequency/number:
ક્રિયા વિશેષણ કે જે કોઈ પણ કાર્ય કેટલી વાર અથવા કેટલી ઝડપથી થાય તે બતાવે છે.
Ex: Always, never, enough, twice, much, often, etc.
Example:
1. He is always working.
- તે હંમેશા કામ કરે છે.
2. I often go to school.
- હું ઘણી વાર શાળાએ જાવ છું.
Adverb of cause:
ક્રિયા વિશેષણ કે જે કોઈ પણ પ્રશ્નના કારણ અથવા જવાબ દર્શાવવા માટે વપરાય છે.
Ex: therefore, accordingly, consequently etc.
Example:
1. I love her therefore I miss her.
- હું તેણીને પ્રેમ કરું છું તેથી હું તેને યાદ કરું છું.
Adverb of affirmation / negation:
ક્રિયા વિશેષણ કે જે કોઈ પણ ક્રિયાને સમર્થન આપવા અથવા નામંજૂર કરવા માટે વપરાય છે.
Ex: No, yes, not, certainly, probably, really, etc.
Example:
1. She certainly did not fell.
- તે ચોક્કસપણે પડી ન હતી.
2. I really like her too much.
- મને ખરેખર તેણી ખુબ ગમે છે.
Read More: